કેનેડાની સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના ભાઈ મહિન્દા રાજપક્ષે સહિત શ્રીલંકાના ચાર રાજ્ય અધિકારીઓ સામે નાગરિક સંઘર્ષમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન બદલ પ્રતિબંધો લાદ્યા છે. રાજપક્ષે ભાઈઓની સાથે સાથે સ્ટાફ સાર્જન્ટ સુનીલ રત્નાયકે અને લેફ્ટનન્ટ કમાન્ડર ચંદના પી હેટ્ટિયારાચિથે પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, દેશે શ્રીલંકામાં નાગરિક સંઘર્ષ દરમિયાન માનવ અધિકારોના ઘોર ઉલ્લંઘન માટે જવાબદાર શ્રીલંકાના ચાર રાજ્ય અધિકારીઓ સામે સ્પેશિયલ ઈકોનોમિક મેઝર્સ અધિનિયમ હેઠળ પ્રતિબંધો લાદ્યા છે.