ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, ભારતીય ખેડૂતોના શાંતિપૂર્ણ દેખાવોના અધિકારને કેનેડા સંપૂર્ણ સમર્થન આપે છે. મેં આ મામલામાં ભારતીય સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત પણ કરી છે. ગુરુ નાનકદેવની ૫૫૧મી જન્મજયંતી પ્રસંગે કેનેડિયન પંજાબી સંગઠનોને સંબોધન કરતાં ટ્રુડોએ જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન અંગે ભારતથી આવેલા સમાચારો સાથે હું બોલવાની શરૂઆત નહીં કરું તો ખોટું ગણાશે. સ્થિતિ ઘણી ચિંતાજનક છે. આપણે બધાં આપણા પરિવારો અને મિત્રો અંગે ચિંતિત છીએ. હું જાણું છું કે આ તમારામાંના ઘણા માટે કડવી વાસ્તવિકતા છે પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે, કેનેડા શાંતિપૂર્ણ આંદોલન કરનારાઓના અધિકારોની સુરક્ષા માટે હંમેશાં સમર્થનમાં ઊભો રહેશે. આ પ્રસંગે આપણે બધાએ એકજૂથ થવાની જરૂર છે.