લદ્દાખ સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની હિંસક અથડામણ બાદ ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારને લઈને કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સામે આવ્યું છે. CAITએ ચીનને આર્થિક નુક્સાન પહોંચાડવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. આ માટે CAIT એ ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કાર અને ભારતીય સામાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે “ભારતીય સામાન-હમારા અભિમાન” અભિયાનની શરૂઆત કરી દીધી છે.
CAIT દ્વારા મંગળવારે ચીનથી આયાત થતી 3 હજારથી વધુ પ્રોડક્ટ્સની એક યાદી બનાવવામાં આવી છે. જેમાંથી આજે 500થી વધુ ચીજોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વસ્તુઓ ચીનથી આયાત ના થાય, તો પણ ભારત પર તેની કોઈ અસર નહીં થાય. ભારતમાં આ તમામ પ્રોડક્ટ્સનું પહેલાથી જ મેન્યુફેક્ચર થઈ રહ્યું છે.
આ તમામ 500 પ્રોડક્ટના બહિષ્કારનું આહ્વાન CAITએ પ્રથમ તબક્કામાં કર્યું છે. આ તમામ ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરીને CAIT ડિસેમ્બર 2021 સુધી ચીની આયાતમાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાની કમી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.