ડોકટરો અને પેરામેડિક્સનું ભૌગોલિક રીતે યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવું અનિવાર્ય બને છે.
CAGના અવલોકનોએ રાજ્યમાં જાહેર આરોગ્ય સંસ્થાઓમાં માનવ સંસાધનો (Human Resource)ની અછત પર પ્રકાશ પાડ્યો છે. તાજેતરના ડેટા અનુસાર, 2016-22 દરમિયાન 9,983 આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી, છતાં માર્ચ 2022 સુધીમાં ડોકટરો (Doctor), નર્સો (Nurses) અને પેરામેડિક્સ (Para Medics)માં અનુક્રમે 23%, 6% અને 23% ની અછત છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં 25% થી વધુ ડોકટરોની અછત નોંધાઈ છે. 19 જિલ્લાઓમાં પેરામેડિક્સની અછત વધી રહી છે. આ પરિસ્થિતિને કારણે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ (PHCF) માં ડોકટરો અને પેરામેડિક્સનું ભૌગોલિક રીતે યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવું અનિવાર્ય બને છે.
મહિલા અને બાળ આરોગ્ય કેન્દ્રો (MCHs) માં નિષ્ણાત ડોકટરોની 28 ટકા જગ્યાઓ ખાલી છે, જ્યારે જિલ્લા હોસ્પિટલો (DHs) માં આ આંકડો 36 ટકા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો (SDHs) માં 51 ટકા છે. આ ઉપરાંત, DHમાં હજુ પણ 18 ટકા ડોકટરો, 7 ટકા નર્સો અને 46 ટકા પેરામેડિક્સની જગ્યાઓ ખાલી છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે, જ્યાં 8208 મંજૂર જગ્યાઓમાંથી 1510 જગ્યાઓ (18 ટકા) ખાલી છે. આ ઉપરાંત, ભારતીય નર્સિંગ કાઉન્સિલના ધોરણો મુજબ નર્સિંગ કોલેજો અને શાળાઓમાં શિક્ષણ કર્મચારીઓની 76 ટકા અછત છે.