કેન્દ્રીય કેબિનેટ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પણ હવે સવર્ણ આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ૧૦ ટકા અનામતના લાભ આપવામાં આવશે. પીએમ મોદીનાં વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી દેશભરમાં સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામતના લાભ આપવામાં આવે છે. જો કે જમ્મુ-કાશ્મીરના કાયદા અલગ હોવાથી ત્યાં સવર્ણ આર્થિક પછાતોને લાભ આપી શકાતા ન હતા, પણ સરકારે હવે જમ્મુ-કાશ્મીરનાં સવર્ણ આર્થિક રીતે પછાત લોકોને આ લાભ આપવાનું નક્કી કર્યું છે. કેબિનેટમાં સુપ્રીમ કોર્ટમાં જજિસની સંખ્યા ૩૦થી વધારીને ૩૩ કરવાની દરખાસ્તને પણ મંજૂર કરાઈ છે તેમ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજવા વિચારણા ચાલી રહી છે ત્યારે સરકારનો આ નિર્ણય માસ્ટર સ્ટ્રોક પુરવાર થશે.