ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા અને રાજ્યના ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મહેસૂલ વિભાગે એફિડેવિટમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપતા કહ્યું હતું કે, અમુક જગ્યાએ અમલવારીને લઈ પ્રશ્ન થતો હતો માટે હવે મહેસૂલી કામમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી દેવાશે. મુખ્યમંત્રીએ સેલ્ફ ડિકલેરેશન બાબતે મુખ્ય સચિવને સૂચના આપી છે.