કર્ણાટકમાં સરકાર બન્યાના એક સપ્તાહ પછી કોંગ્રેસે ગઈ કાલે 24 વિધાનસભ્યોની યાદી જારી કરી છે, જેમને શનિવારે મંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ નેતાઓના જણાવ્યા મુજબ કર્ણાટકમાં શનિવારે બપોરે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. કર્ણાટક સરકારમાં 34 મંત્રી હોઈ શકે છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય પ્રધાન સહિત 10 મંત્રીઓને 20 મેએ શપથ લેવડાવવામાં આવ્યા હતા, જ્યારે 24 વિધાનસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.