કેન્દ્ર સરકારે ફરી વખત ટ્રિપલ તલાક વટહુકમને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં વટહુકમ ઉપર નિર્ણય લેવામાં આવ્યો હતો. PM મોદીની આગેવાની હેઠળ પીએમ નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રિપલ તલાક વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી. આ વટહુકમ બીજી વખત લાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ટ્રિપલ તલાક બિલ રાજ્ય સભામાં અટવાયેલું પડ્યું છે. પરંતુ હવે સંસદનું સત્ર લોકસભા ચૂંટણી બાદ જ યોજાશે. તેથી સરકારે બીજી વખત વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.