પીએમ મોદીનાં વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓના સ્કિલ ડેવલપમેન્ટને વિકસાવવા કર્મયોગી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હોવાનું કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું. સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજભાષા બિલને મંજૂર કરવામાં આવ્યું હતું.
અધિકારીઓની કુશળતા વિકસાવવા કર્મયોગી યોજના
જાવડેકરે કહ્યું કે, કર્મયોગી યોજના સરકારી અધિકારીઓનાં કામકાજને સુધારવાની દિશામાં કામ કરશે. તેમની કુશળતા વધારવા નવી ટેકનિક શીખવીને કાર્યક્ષમતા વધારાશે. પરિણામે વ્યકિતગતથી લઈને સંસ્થાકીય રીતે વિકાસ શક્ય બનશે. કર્મયોગી મિશન હેઠળ સિવિલ સર્વન્ટને ક્રિયેટિવ, ઈમેજિનેટિવ, ઈનોવેટિવ, એક્ટિવ, સિમ્પલ, પ્રોગ્રેસિવ, પ્રોફેશનલ, એનર્જેટિક, સક્ષમ અને ટેકનિકલ રીતે સજ્જ કરાશે.