કેન્દ્ર સરકારે સંરક્ષણક્ષેત્રમાં એફડીઆઇ મર્યાદા વધારવાની પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણક્ષેત્રની હાલની ૪૯ ટકા એફડીઆઇ મર્યાદાને વધારીને ૭૪ ટકા કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર ૧૪ સપ્ટેમ્બરથી સંસદના ચોમાસું સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને તેમાં એફડીઆઈ સંબંધિત ખરડા લાવવામાં આવે તેવી સંભાવના છે. સંરક્ષણક્ષેત્રમાં એફડીઆઇ વધારાના નિર્ણયને ઘણો મોટો માનવામાં આવી રહ્યો છે. તેને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ૨૭ ઓગસ્ટે સંરક્ષણક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ આત્મનિર્ભર ભારત સંમેલનમાં વડા પ્રધાન મોદીએ એફડીઆઈનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય કેબિનેટે ત્રણ લેબર કોડને પણ મંજૂરી આપી દીધી છે. આ લેબર કોડ છે, સામાજિક સુરક્ષા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન અને ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ તેમાં કામદારોને પેન્શન અને મેડિકલ સુવિધાઓ પણ મળી શકે છે. આ ત્રણ કોડને ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે.