વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ બુધવારે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં 24 ટકા EPF સહાયને ઓગસ્ટ સુધી વધારવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. બુધવારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપી હતી.
સરકારનું કહેવું છે કે, આ પગલાથી 72 લાખ કર્મચારીઓને સીધો જ ફાયદો થશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ અંતર્ગત જે કંપનીઓમાં 100 કર્મચારીઓ કામ કરે છે અને જેમાં કામ કરતા 90 ટકા કર્મચારીઓનો પગાર 15000થી ઓછો છે, તેવી કંપનીઓ અને તેમના કર્મચારીઓની તરફથી સરકાર EPF માં નાણા ઓગસ્ટ મહિના સુધી ભરશે.
72 લાખ કર્મચારીઓને ફાયદો થશે
કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત જૂનથી ઓગસ્ટ, 2020 સુધી ત્રણ મહિના માટે EPF યોગદાન 24 ટકા (12 ટકા કર્મચારી શેર + 12 ટકા નિયુક્ત કરવામાં આવેલી શેર)ને મંજુરી આપી દીધી છે. આ મુદ્દે સરકાર કુલ 4860 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જેનાથી 72 લાખ કર્મચારીઓને ફાયદો થશે તેવું સરકારનું માનવું છે.