વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી પ્રથમ મીટિંગમાં કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવા માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આપી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક રીતે સળંગ ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા પછી તેમની કેબિનેટની આ પ્રથમ બેઠક હતી. એનડીએના બધા પ્રધાનો આ બેઠકમાં હાજર હતા. કેબિનેટ મીટિંગમાં ગ્રામીણ અને શહેરી એમ કુલ ત્રણ કરોડ મકાનો બનાવવા માટે આ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકારના મકાનો માટેના કુટુંબોની સંખ્યામાં વધારો થવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.