નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મુદ્દે દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે ત્યારે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. એક ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે શાહી ઈમામ બુખારીએ કહ્યુ છે કે, પ્રદર્શનો કરવા એ લોકોનો અધિકાર છે પણ તે વખતે લોકોએ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવો જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, આ બિલથી દેશના મુસ્લિમોને કોઈ જાતનો ખતરો નથી. ભારતીય મુસ્લિમોએ તેને લઈને ચિંતા કરવાની જરુર નથી.