કેન્દ્ર સરકારે જ્યારે બહારના દેશના હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપતો કાયદો અમલમાં મૂકવાની તૈયારી કરી છે ત્યારે ગુજરાતના ગીર સોમનાથ જીલ્લાના હિન્દુ ધર્મના જ 4 કુટુંબના 14 સભ્યોએ ભારતની નાગરિકતા રદ્દ કરવાની માંગણી કરતો પત્ર રાષ્ટ્રપતિને લખ્યો છે. આ પરિવારે રાષ્ટ્રપતિ સમક્ષ, તેમને બીજા દેશનો નાગરિકનો દરજ્જો મળે તે દેશમાં સ્થળાંતર થવાની માંગણી કરી છે અથવા તો સપરિવારને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવાની માંગણી પણ આ હિજરત થયેલા પરિવારે કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના આકોલાળી ગામના હિન્દુ ધર્મના જ દલિત પરિવારના વર્ષ 2012માં તેમના પુત્રને લાલજી સરવૈયાને કે જેની ઉમર 27 વર્ષ હતી તેને કેટલાક અસામાજિક તત્વોએ જીવતો સળગાવી દીધો હતો અને તે પરિવારે ઉના તાલુકાના દેલવાડા ગામે હીજરત કરેલ હતી. આ પછી આ આકોલાલી ગામના દલિત પરિવારનું સંપૂર્ણ પુન:વસન કાયદાની જોગવાઇઓ મુજબ કરવામાં આવેલ નથી અને આ બનાવ વર્ષ 2012માં બન્યો હતો. બનાવ બાદ આ પરિવારે હીજરત કરેલ કરી હતી.
આ પરિવારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને એક અરજી કરી છે જેમાં તેમણે નાગરિકતા સંશોધન બિલ મુજબ બીજા દેશમાં સ્થળાંતર કરવામાં આવે અથવા તો મરજી મુજબ ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરી છે.
એક ખાનગી ચેનલ સાથેની મુલાકાતમાં અરજદાર પિયુષ સરવૈયાએ કહ્યું કે અમે ભારતના નાગરિક છીએ, અમારી પેઢીઓથી અહીંયા રહીએ છીએ તોય અમારા ગામમાંથી અમારે હિજરત કરીને 2012થી બહાર રહેવું પડે છે તો હવે અમે કંટાળી ગયા છીએ. છેલ્લા 8 વર્ષથી અમે લેખિત-મૌખિક રજૂઆતો કરી પણ અમને નિયમો પ્રમાણે સરકારે કઈ મદદ કરી નથી. અમે જે ગામ ગયા ત્યાં અમારો વિરોધ થયો એટલે અમે હાલ તો દેલવાડા રહીએ છીએ અને અમે ભારતના રાષ્ટ્રપતિને અરજી કરી છે.