દિલ્લીના જામિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બાદ પ્રદર્શન તેજ બની ગયું છે. પ્રદર્શનકારીઓએ બૈરીકેડ તોડવાની કોશિશ કરી હતી. અહીં ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. પોલીસ પ્રદર્શનકારીઓને હટાવવામાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે CAA અને NRCના વિરોધમાં ગુરુવારે દિલ્લીના જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની રેલી દરમિયાન એક શખ્શે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.