આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. સીએએ લાગુ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. જો કે કેટલાક રાજ્યોને આ કાયદાના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે અને તેમને CAAમાંથી મુક્તિ મળી છે.