કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડીને નાગરિક્તા સંશોઘન કાયદા (CAA)ને સમગ્ર દેશભરમાં લાગુ કરી દીધો છે, ત્યારે હજુ પણ દેશમાં અનેક ઠેકાણે તેનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. લોકો અવનવી રીતે CAAનો વિરોધ કરી રહ્યાં છે, ત્યારે અમદાવાદના જે લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તે લોકો ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ ચગાવીને CAAનો વિરોધ કરશે.
ઉલ્લેખનીય છે કે CAAને લઈને તકેદારીના ભાગરુપે અમદાવાદ શહેરમાં 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જો કે શહેરના કોટ વિસ્તારમાં લોકો CAAનો વિરોધ કરવા નવી રીત અપનાવા જઈ રહ્યાં છે. જેમાં શહેરના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુર સહિતના એરિયાના લોકો પતંગ ચગાવીને CAAનો વિરોધ કરવાની યોજના બનાવી રહ્યાં છે. જેમાં તેઓ NRC-CAB અને CAAનો વિરોધ કરવા માટે “Hindu-Muslim Bhai-Bhai-NRC-CAA Bye-Bye” NO CAA, NO NRC એવા લખાણ ધરાવતા પતંગ ઉડાવીને વિરોધ કરશે. આ માટે તેમણે India Against CAA, NO NPR, NO NRC લખેલા ખાસ પતંગો પણ બનાવડાવ્યા છે.