સી-પ્લેનમાં મુસાફરી માણવાની ઇચ્છા રાખનાર લોકો માટે ખુશ ખબર છે. અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેનની ફ્લાઇટ ફરી શર થઇ રહી છે. એરલાઇન્સ કંપની SpiceJetએ જણાવ્યું હતું કે તે 27 ડિસેમ્બરથી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી-પ્લેનની ફ્લાઇટ ફરી શરૂ કરશે. આ બંને સ્થાનો વચ્ચે એરલાઇન્સની સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. જો કે, એરલાઇને તેના લોકાર્પણના થોડા દિવસ પછી જ પુરતા પ્રમાણમાં મુસાફરો ન મળવાને લીધે ઉડાન સ્થગિત કરી દીધી હતી.