ઉત્તર ગુજરાતમાં BZ ફાયનાન્સિયલ સર્વિસની આડમાં લોકોને દર મહિને પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવી રહી હતી અને ત્રણ વર્ષમાં સીઆઈડી ક્રાઈમની ટીમે પોન્ઝી સ્કીમ ચલાવનારાઓની ધરપકડ કરીને છ હજાર કરોડથી વધુની રકમ વસૂલ કરી સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.
પોલીસે ગાંધીનગર, વડોદરા, હિમંતનગર, મોડાસા, વિજાપુર, રણાસણ (તલોદ) અને માલપુર (અરવલ્લી)માં દરોડા પાડતા BZ ફાયનાન્સિયલ સર્વિસીસના સંચાલકો અને એજન્ટોમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં સીઆઈડી ક્રાઈમની ટીમે બીઝેડ ઓફિસોમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારોના બેંક ખાતા અને વિગતો મળી આવી છે.