ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બી ઝેડ ફાઇનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઓફિસો શરૂ કરીને રોકાણ પર બમણા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેકનીકલ સર્વલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરતા હવે આ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.