Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સરેરાશ 147.36 ટકા વરસાદ થયો છે. તમામ જિલ્લાઓમાં 107 ટકાથી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 86.20 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 101.69 ટકા ખરિફ વાવેતર થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર 84.76 લાખ હેક્ટર હતું. સરદાર સરોવર ડેમની સપાટી 138.29 મીટર પર પહોંચી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 12 ટીમો તહેનાત છે જ્યારે 3 ટીમો અનામત છે. તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર અને સચિવ કે. ડી. કાપડિયાએ જણાવ્યું હતું.

રાજ્યમાં હાલ ભારે વરસાદને કારણે કુલ 84 રસ્તાઓ બંધ છે જેમાં જામનગરના-ર અને પોરબંદરના 3 એમ કુલ 5 રાજ્ય ધોરી માર્ગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય માર્ગોમાં મુખ્યત્વે પોરબંદર જિલ્લામાં 20, અરવલ્લીમાં 18, જુનાગઢમાં 11 તેમજ સાબરકાંઠામાં 10 રસ્તાઓ બંધ છે જેને બનતી ત્વરાએ પુનઃકાર્યરત કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ 1994માં 1245 મીમી, 2007માં 1223મીમી અને ચાલુ વર્ષે 2019માં અત્યાર સુધીમાં 1144 મીમી વરસાદ નોંધાયો છે. જેના પરિણામે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 119 જળાશયો છલકાયા છે. હાલ રાજ્યના જળાશયોમાં 92.92 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી સંભવિત તા.5 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. આ વર્ષે ગુજરાતના તમામ રીજીયનમાં ખૂબ જ સારો વરસાદ થયો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

આ બેઠકમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નાયબ કલેક્ટર દિપ્તીબેન વ્યાસ ઉપરાંત આરોગ્ય, પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, કૃષિ, સિંચાઇ, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ, એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ