RTIના કાયદાને 14 વર્ષ થઈ ગયા હોવા છતાં રાજ્યમાં ઓન-લાઈન RTIનું માળખું ન હોવાથી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા હાઈકોર્ટેમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. ઓનલાઈન આરટીઆઈ માટે ટેન્ડરની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. અગામી એક વર્ષમાં એટલે કે 2020 સુધીમાં રાજ્યમાં ઓનલાઈન આરટીઆઈની સુવિધા શરૂ થશે.