અંદાજે રૂ. ૪ લાખ કરોડનું કાળું નાણું બ્લોક્ચીન ટેકનોલોજી થકી એન્ક્રિપ્ટેડ ક્રીપ્ટોકરન્સીમાં ગયું
બિલ્ડરો, જવેલરો અને દેશના ધર્મગુરુઓએ સાથે મળીને કાળાનાણાને ધોળા કરવામાં મહત્તમ ભૂમિકા નિભાવી
વોલેટમાં પડેલી ક્રીપ્ટોકરન્સીએ મુલ્ય ગુમાવી દીધું છે તેની રોકાણકારને ખબર પણ નહિ હોય
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ તા. ૩૧: નોટબંધી થઇ તે દિવસે તા. ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ભારતમાં રૂ. ૮ લાખ કરોડનું કાળું નાણું હોવાની સંભાવના હતી. રીઝર્વ બેન્કમાં ૯૭ ટકા જૂની નોટો જમા થઇ ગઈ હતી. તો આ રૂ. ૮ લાખ કરોડ ગયા ક્યા? એવો સવાલ આજે પણ ઉભો છે. ખુબ સંશોધન કર્યા પછી આ સંવાદદાતા એવા તથ્ય પર આવ્યા છે કે લગભગ ૫૦ ટકા એટલે કે રૂ. ૪ લાખ કરોડનું કાળું નાણું બ્લોક્ચીન ટેકનોલોજી થકી એન્ક્રિપ્ટેડ ક્રીપ્ટોકરન્સીમાં ગયું હતું અને તે હવે લગભગ મૂલ્યહીન થઇ ગયું છે. આગેવાન ક્રીપ્ટોકરન્સી બિત્કોઇનનું ૨૦૧૮મા ૯૦ વખત અવસાન થયું હતું. પણ જો ૧૦ ડીસેમ્બર ૨૦૧૬થી જોઈએ તો તેનું ૧૨૫ વખત મૃત્યુ થયું હતું.
બિત્કોઇનનું મૃત્યુ એટલે શું? તે પહેલા સમજી લઈએ. ક્રીપ્ટોકરન્સીનો ભાવ તેના માઈનીંગ કોસ્ટ કરતા નીચે જતો રહે ત્યારે ઊંચા ભાવથી માઈન કરેલા આવા કોઈનનું મુલ્ય (ઉત્પાદન ખર્ચ કરતા ભાવ ઘટી જાય ત્યારે) શૂન્ય થઇ જાય ત્યારે તેને મૃત્યુસૈયા પર મૂકી દેવામાં આવે છે. આવું બને ત્યારે માઈનીંગ એક્ટીવીસ્ટ કે જે આવા માઈનીગનું લેજર (રોજમેળ) રાખતો હોય છે, તે આ બિત્કોઇનનો માલિક કોણ છે, તેની પરવા કર્યા વગર રેકોર્ડમાંથી તેની બાદબાકી કરી નાખે છે. હવે આખરે આવા બિત્કોઇન માત્ર એન્ક્રિપ્ટેડ નંબર જ ધરાવતા હોય ત્યારે એ નિર્ધારિત નથી કરી શકાતું કે તેનો માલિક કોણ હતો? આમ આવા બિત્કોઇન મુલ્ય ગુમાવી દેતા હોય છે.
૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ જાગતિક ક્રીપ્ટો માર્કેટમાં બિત્કોઇનનો ભાવ માત્ર ૭૦૪.૩૦ ડોલર હતો. જૂની નોટ બેંકો દ્વારા સ્વીકારવાની ત્રણ મહિનાની મુદત હતી. ૩૧ માર્ચે બિત્કોઇનનો ભાવ ૧૧૮૦.૮૦ ડોલર થયો. બેન્કોએ જૂની નોટો સ્વીકારવાનું બંધ કર્યું ત્યાર પછીથી કાળુ નાણું ધરાવનારાઓએ મહત્તમ જૂની નોટો બિલ્ડીંગ અને બુલિયન (સોનાચાંદી) અને ધર્મગુરુનાં દાનપાત્રમાં ઠાલવી. પણ આ ગાળા દરમિયાન ક્રીપ્ટોકરન્સીનું ભૂત આખા વિશ્વમાં ધૂંણવા લાગ્યું હતું. ભારતીય કાળા નાણા ધારકોના હાથમા આ અલાદીનનો ચિરાગ આવી ગયો. એક વર્ષ પછી ૫ નવેમ્બર ૨૦૧૭નાં રોજ બિત્કોઇનનો ભાવ ૬૩૩૯ ડોલર થયો.
સરકારે કાળા નાણા ધારકો પર ભીંસ વધારવાની શરુ કરી એટલે, જેમના હાથોમાં લાખો રૂપિયાની જૂની નોટો રહી ગઈ હતી, તેમણે આંખ બંધ કરીને બિત્કોઇન તેજીની ગંગામાં હાથ ધોવાનું શરુ કર્યું. કોઈ પણ ભાવે બિત્કોઇન ખરીદવાની ભારતીયોમાં હોડ મચી. માત્ર એક જ મહિનામાં ૧૦ ડિસેમ્બરે ભાવ ૧૯,૩૪૫.૫૦ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોચી ગયો. ભારતીય લોકોનું મહત્તમ કાળું નાણું ક્રીપ્ટોકરન્સીમાં પાર્ક થઇ ગયું તે દરમિયાન લગભગ ૧૪,૦૦૦થી ૧૭,૦૦૦ ડોલર સુધીના ઊંચા ભાવે બિત્કોઇનનું માઈનીંગ થયું હતું.
૧૦ ડીસેમ્બર ૨૦૧૭થી ૩૧ ડીસેમ્બર સુધીમાં માત્ર ૨૦ જ દિવસમાં બિત્કોઇનનું ૩૫ વખત મૃત્યુ થઇ ચુક્યું હતું. આ ૨૦ દિવસમાં જ અબજો રૂપિયાનું ભારતીય કાળું નાણું શૂન્ય થઇ ગયું હતું. મુંબઈ સ્થિત એક અનામી ક્રિપ્ટો ટ્રેડરે કહ્યું હતું કે અમે અબજો રૂપિયાની પ્રતિબંધિત ભારતીય રૂપિયાની નોટો ૮ નવેમ્બર ૨૦૧૬થી ડીસેમ્બર ૨૦૧૭ દરમિયાન ક્રીપ્ટોકરન્સીમાં ઠાલવી હતી, પરિણામે માંગ પુરવઠાના નિયમ મુજબ માઈનીંગમાં ખુબ સાવચેતી વર્તાતા ક્રીપ્ટો કોઈનની અછત સર્જાઈ અને ભાવ આસમાને ગયા હતા. તેમણે કહ્યું કે નવેમ્બર ૨૦૧૬મા ડોલર સામે રૂપિયો ૬૮ હતો, ત્યારે બિત્કોઇનનો ભાવ ભારતમાં રૂ. ૫૦,૦૦૦ આસપાસ ચાલતો હતો અમે રૂ. ૬૫,૦૦૦મા વેચતા હતા પણ લેવાલી ખુબ મોટી હતી.
એક અનામી બુલિયન ડીલરે કહ્યું કે અમે એપ્રિલ ૨૦૧૭ પછી જૂની નોટો ૪૦ ટકા ડિસ્કાઉન્ટથી લેતા હતા, મોટા ભાગના આવા નાણા ક્રીપ્ટોકરન્સીમાં પાર્ક થયા હતા. ક્રીપ્ટો ડીલરે કહ્યું કે દેશભરના ધર્મગુરુ પાસે પણ આવા ખોટા રૂપિયાના ઢગલા પડ્યા હતા, તેમના અનુયાયીઓ પણ ક્રીપ્ટો કરન્સી કેવો અલાદીન છે, સમજવા આવતા હતા. ઓગસ્ટ ૨૦૧૭ પછીથી બ્લોકચીન ટેકનોલોજી અને ક્રીપ્ટોકરન્સીની સમજ સ્ટાર્ટઅપ બીઝનેસવાળાને સમજાવા લાગી હતી. બિલ્ડરો, બુલિયન ડીલરો અને દેશના ધર્મગુરુઓએ સાથે મળીને કાળા નાણાને ધોળા કરવામાં મહત્તમ ભૂમિકા નિભાવી હતી. હવે જ્યારે ક્રીપ્ટોકરન્સીના મોત થવા લાગ્યા છે, ત્યારે ભારતનું મહત્તમ કાળું નાણું ન તો સરકાર ન તો કાળાનાણા ધારકો પાછું લાવવાની સ્થિતિમાં રહ્યા છે. ૧૯,૦૦૦ ડોલરનો બિત્કોઇનનો ભાવ આજે ૩,૮૦૦ ડોલર થઇ ગયા છે. આ સ્થિતિમાં કેટલાંક લોકોને તો તેમના વોલેટમાં પડેલી ક્રીપ્ટોકરન્સીએ મુલ્ય ગુમાવી દીધું છે, તેની ખબર પણ નહિ હોય.
(નોંધ: આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે. તમને નફાકારક ટ્રેડીંગની શુભકામના) તા. ૩૧-૧૨-૨૦૧૮
અંદાજે રૂ. ૪ લાખ કરોડનું કાળું નાણું બ્લોક્ચીન ટેકનોલોજી થકી એન્ક્રિપ્ટેડ ક્રીપ્ટોકરન્સીમાં ગયું
બિલ્ડરો, જવેલરો અને દેશના ધર્મગુરુઓએ સાથે મળીને કાળાનાણાને ધોળા કરવામાં મહત્તમ ભૂમિકા નિભાવી
વોલેટમાં પડેલી ક્રીપ્ટોકરન્સીએ મુલ્ય ગુમાવી દીધું છે તેની રોકાણકારને ખબર પણ નહિ હોય
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ તા. ૩૧: નોટબંધી થઇ તે દિવસે તા. ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ભારતમાં રૂ. ૮ લાખ કરોડનું કાળું નાણું હોવાની સંભાવના હતી. રીઝર્વ બેન્કમાં ૯૭ ટકા જૂની નોટો જમા થઇ ગઈ હતી. તો આ રૂ. ૮ લાખ કરોડ ગયા ક્યા? એવો સવાલ આજે પણ ઉભો છે. ખુબ સંશોધન કર્યા પછી આ સંવાદદાતા એવા તથ્ય પર આવ્યા છે કે લગભગ ૫૦ ટકા એટલે કે રૂ. ૪ લાખ કરોડનું કાળું નાણું બ્લોક્ચીન ટેકનોલોજી થકી એન્ક્રિપ્ટેડ ક્રીપ્ટોકરન્સીમાં ગયું હતું અને તે હવે લગભગ મૂલ્યહીન થઇ ગયું છે. આગેવાન ક્રીપ્ટોકરન્સી બિત્કોઇનનું ૨૦૧૮મા ૯૦ વખત અવસાન થયું હતું. પણ જો ૧૦ ડીસેમ્બર ૨૦૧૬થી જોઈએ તો તેનું ૧૨૫ વખત મૃત્યુ થયું હતું.
બિત્કોઇનનું મૃત્યુ એટલે શું? તે પહેલા સમજી લઈએ. ક્રીપ્ટોકરન્સીનો ભાવ તેના માઈનીંગ કોસ્ટ કરતા નીચે જતો રહે ત્યારે ઊંચા ભાવથી માઈન કરેલા આવા કોઈનનું મુલ્ય (ઉત્પાદન ખર્ચ કરતા ભાવ ઘટી જાય ત્યારે) શૂન્ય થઇ જાય ત્યારે તેને મૃત્યુસૈયા પર મૂકી દેવામાં આવે છે. આવું બને ત્યારે માઈનીંગ એક્ટીવીસ્ટ કે જે આવા માઈનીગનું લેજર (રોજમેળ) રાખતો હોય છે, તે આ બિત્કોઇનનો માલિક કોણ છે, તેની પરવા કર્યા વગર રેકોર્ડમાંથી તેની બાદબાકી કરી નાખે છે. હવે આખરે આવા બિત્કોઇન માત્ર એન્ક્રિપ્ટેડ નંબર જ ધરાવતા હોય ત્યારે એ નિર્ધારિત નથી કરી શકાતું કે તેનો માલિક કોણ હતો? આમ આવા બિત્કોઇન મુલ્ય ગુમાવી દેતા હોય છે.
૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ જાગતિક ક્રીપ્ટો માર્કેટમાં બિત્કોઇનનો ભાવ માત્ર ૭૦૪.૩૦ ડોલર હતો. જૂની નોટ બેંકો દ્વારા સ્વીકારવાની ત્રણ મહિનાની મુદત હતી. ૩૧ માર્ચે બિત્કોઇનનો ભાવ ૧૧૮૦.૮૦ ડોલર થયો. બેન્કોએ જૂની નોટો સ્વીકારવાનું બંધ કર્યું ત્યાર પછીથી કાળુ નાણું ધરાવનારાઓએ મહત્તમ જૂની નોટો બિલ્ડીંગ અને બુલિયન (સોનાચાંદી) અને ધર્મગુરુનાં દાનપાત્રમાં ઠાલવી. પણ આ ગાળા દરમિયાન ક્રીપ્ટોકરન્સીનું ભૂત આખા વિશ્વમાં ધૂંણવા લાગ્યું હતું. ભારતીય કાળા નાણા ધારકોના હાથમા આ અલાદીનનો ચિરાગ આવી ગયો. એક વર્ષ પછી ૫ નવેમ્બર ૨૦૧૭નાં રોજ બિત્કોઇનનો ભાવ ૬૩૩૯ ડોલર થયો.
સરકારે કાળા નાણા ધારકો પર ભીંસ વધારવાની શરુ કરી એટલે, જેમના હાથોમાં લાખો રૂપિયાની જૂની નોટો રહી ગઈ હતી, તેમણે આંખ બંધ કરીને બિત્કોઇન તેજીની ગંગામાં હાથ ધોવાનું શરુ કર્યું. કોઈ પણ ભાવે બિત્કોઇન ખરીદવાની ભારતીયોમાં હોડ મચી. માત્ર એક જ મહિનામાં ૧૦ ડિસેમ્બરે ભાવ ૧૯,૩૪૫.૫૦ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોચી ગયો. ભારતીય લોકોનું મહત્તમ કાળું નાણું ક્રીપ્ટોકરન્સીમાં પાર્ક થઇ ગયું તે દરમિયાન લગભગ ૧૪,૦૦૦થી ૧૭,૦૦૦ ડોલર સુધીના ઊંચા ભાવે બિત્કોઇનનું માઈનીંગ થયું હતું.
૧૦ ડીસેમ્બર ૨૦૧૭થી ૩૧ ડીસેમ્બર સુધીમાં માત્ર ૨૦ જ દિવસમાં બિત્કોઇનનું ૩૫ વખત મૃત્યુ થઇ ચુક્યું હતું. આ ૨૦ દિવસમાં જ અબજો રૂપિયાનું ભારતીય કાળું નાણું શૂન્ય થઇ ગયું હતું. મુંબઈ સ્થિત એક અનામી ક્રિપ્ટો ટ્રેડરે