Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની સાથે સાથે મંગળવારે મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૮, ગુજરાત વિધાનસભાની ૮ સહિત ૧૦ રાજ્યોમાં ૫૪ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન યોજાયું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૯૪ બેઠક માટે મંગળવારે યોજાયેલા મતદાનમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૩.૫૧ ટકા મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૭ જિલ્લાની ૯૪ વિધાનસભા બેઠકો માટે ૪૧,૩૬૨ મતદાન મથકો પર છૂટાછવાયા બનાવોને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. મંગળવારે મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ૭, ઓડિશા અને નાગાલેન્ડમાં બે-બે, કર્ણાટક અને ઝારખંડમાં બે – બે અને છત્તીસગઢ, તેલંગણા તથા હરિયાણામાં એક-એક બેઠક પર મતદાન યોજાયું હતું. સૌથી રસપ્રદ એવી મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૮ બેઠકોની પેટાચૂંટણીમાં ૩૫૫ ઉમેદવાર મેદાનમાં હતા. આ પેટાચૂંટણી નક્કી કરશે કે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકાર રહેશે કે વિદાય લેશે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સહયોગી ૨૨ ધારાસભ્યોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું હતું. બિહારમાં દિવસ દરમિયાન હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. નૌતન વિધાનસભા બેઠકના કોતરાહા ખાતે મતદાનની રિસિપ્ટ મુદ્દે સર્જાયેલા વિવાદમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઇ હતી. ટોળાએ ઇવીએમ મશીનમાં તોડફોડ કરી હતી. જેના પગલે બે કલાક સુધી મતદાન સ્થગિત કરાયું હતું. ગોપાલગંજના ભાજપના ઉમેદવાર મિથિલેશ તિવારીએ અપક્ષ ઉમેદવાર પર હુમલાનો આરોપ મૂક્યો હતો જ્યારે બેગુસરાયમાં લોકોના ટોળાને કાબૂમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પટણામાં ફતુહા વિધાનસભા બેઠકના સોનારુ વિસ્તારમાં મતદાન કરીને પાછા ફરી રહેલા એક પરિવારના ૩ સભ્યોની મારપીટ કરાઇ હતી. ખગડિયાના પરબત્તા વિધાનસભા મતવિસ્તારમાં જદયુના ઉમેદવાર સંજીવકુમાર પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ