ગઈ કાલે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની પેટા ચુંટણીની ચાર બેઠક માટેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ત્રણ બેઠકોની જાહેરાત બાકી રહી હતી. પરંતુ ભારતીય ચુંટણી પંચે આજે ફરી રાધનપુર અને બાયડ બેઠકની સત્તાવાર રીતે જાહેરાત કરી. જયારે મોરવાહડફ બેઠકની હજી સુધી જાહેરાત બાકી છે.
અત્રે નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય હતા.
રાજ્યની બાકી 2 વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં એકવાર ફરીથી રાજકીય ગરમાવો આવી ગયો છે. રાધનપુર અને બાયડ બેઠક માટે પેટા ચુંટણી માટે 21-10 મતદાન, 24મીએ પરિણામ જાહેરાત કરવામાં આવશે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા BJPના ઉમેદવાર નક્કી હોવાનું મનાય છે.