છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને પ્રાદેશિક પક્ષો વચ્ચે મુકાબલો જામ્યો છે. હરિયાણાનો આદમપુર વિધાનસભા મતવિસ્તાર પાંચ દાયકાથી ભજનલાલ પરિવારનો ગઢ રહ્યો છે અને તે તેને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.