મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. 3 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 32% અને હરિયાણામાં 41% મતદાન થયું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. ફડણવીસે પરિવાર સાથે મતદાન કર્યું હતું, જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર સાયકલ લઈને મતદાન કરવા આવ્યા હતા. બન્ને રાજ્યોમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે. હરિયાણામાં ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 18 રાજ્યોની 63 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કર્ણાટકમાં 15, ઉત્તર પ્રદેશની 11, બિહાર અને કેરળમાં 5-5, પંજાબ, આસામમાં 4, સિક્કિમની 3, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુમાં 2-2, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મેઘાલ., ઓરિસ્સા અને તેલંગણાની 1-1 બેઠક સામેલ છે. મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી છે.