ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં હાજર છે. જ્યારે તેમને સમિટમાં સંબોધન આપ્યુ છે. જેમાં લક્ષ્મી મિત્તલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ગત વાયબ્રન્ટ ગુજરાતમાં હું આવ્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ one earth one family, one future ની વાત કરી હતી
આ સાથે જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર જણાવ્યુ કે હું નસીબદાર છું કે પહેલા સમિટથી આ ઈવેન્ટ સાથે જોડાયેલો છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત વડાપ્રધાન મોદીના વિઝનને આભારી છે.સાથે જ તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. મુકેશ અંબાણીએ જણાવ્યુ કે મારા પિતાએ મને કહ્યું કે ગુજરાત જન્મ ભૂમિ છે અને કર્મ ભૂમિ છે.