વરસાદના કારણે શહેરના રસ્તા બિસમાર બની જતા વાહનચાલકોને ભારે હેરાન થવાનો વારો આવ્યો છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. શહેરમાં એક બે નહીં પરંતુ 132 કરતા વધારે રોડ તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યા છે.
સુરત શહેર 326 સ્કવેર કીલોમીટરમાં ફેલાયેલું છે જેમાં ગત વર્ષે સુરત શહેરમાં 584 કીમીના 1279 રસ્તા બનાવવામા આવ્યા હતા. જયા વરસાદ (Rain)બાદ તપાસ સર્વે કરવામાં આવ્યો હતો તે પ્રમાણે જોવા જઈએ તો શહેફમાં ડામરના 2700 રસ્તાઓ આવેલા છે..આ પૈકી ઇજારેદારની ડિફેક્ટ લાયાબિલીટી ધરાવતા 1279 રસ્તા છે. ચોમાસામાં ડામરના રસ્તા ધોવાઈ હોવાની વ્યાપક ફરિયાદો બાદ સાત ઝોનમાં ડામરના રસ્તાનો સર્વે કરવામાં આવ્યો હતો.
1279 રસ્તાઓ પૈકી 580 કિલોમીટર લંબાઈમાં 1015 રસ્તાઓના ફરી કરાયેલા સર્વેમાં 32 રસ્તાઓ અત્યંત ખરાબ થયા હોવાનું જણાયું છે. જ્યારે 130 રસ્તાઓ થોડા ઘણા ખરાબ થયા હોવાનું માલુમ પડ્યું છે.128 રસ્તાઓને વધતે ઓછે અંશે નુકસાન થયું છે. શહેરમાં ડામરના 660 રસ્તાનો સર્વે બાકી છે જેની કામગીરી હજી ચાલે છે. અત્યારસુધી થયેલા સર્વેમાં ઉધના ઝોન, અઠવા ઝોન અને વરાછા ઝોનમાં સૌથી વધારે રસ્તાઓ બગડ્યા છે. શહેરમાં રસ્તાઓ તૂટવા પાછળનું મુખ્ય કારણ રસ્તાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે.