તમિલનાડુના મરાપલમ પાસે એક બસ ખીણમાં ખાબકી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટના શનિવારે સાંજે થઇ હતી. દુર્ઘટનામાં 8 લોકોના મોતના અહેવાલ છે. દુર્ઘટનામાં 35 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બસ તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી ત્યારે તે અકસ્માતનો ભોગ બની હતી.