ભગવાન પશુપતિ નાથનું આરાધક રાજ્ય. તેમજ ભગવાન બુદ્ધની જન્મભૂમિમાં, સૌથી વધુ યાત્રિકો ભારતમાંથી જ જાય છે. તેઓને તથા ભારતીય યાત્રીઓને લઈ જતી બસોને માત્ર સરહદી ચોકીએથી પરમિટ જ મળે તે પુરતું છે. ભારત- નેપાળ વચ્ચે સદીઓથી વ્યાપાર-વિનિમય તેમજ નાગરિકોની નિર્બંધ યાતા-યાત ચાલે જ છે.
નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહેલી ૪૦ યાત્રિકો સાથેની બસ માર્સયાગડી નદીમાં પડી જતાં યાત્રિકો પૈકી ૧૪ ભારતીય નાગરિકોના નિધન થયા હતા. ૧૭ને ભારે ઇજાઓ થઈ હતી. આ સમાચાર જાણી નેપાળની સેનાએ તુર્ત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.