કોરોનાની મહામારી અને મહામારીને કારણે લાગેલા લોકડાઉનને પગલે બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમિકો પોતાના વતન પરત ફરી ગયા હતા ત્યારે હવે ફરીથી અનલોક શરૂ થઈ ગયું હોવાથી શ્રમીકો પાછા ગુજરાત ફરી રહ્યા છે ત્યારે ગોઝારી ઘટનાઓ સામે આવી રહી છે. બસમાં કેપેસિટિ કરતા પણ ડબલ નહી પણ 3 ગણા વધુ મુસાફરો ભરવામાં આવે છે અને આખરે આવી ગોઝારી ઘટના થાય છે.
કોરોનાની મહામારીએ સામાન્ય માણસના હાલ બેહાલ કરી મૂક્યા છે એમાંય શ્રમિકોની તો સ્થિતિ કફોડી થઈ છે. લોકડાઉનને કારણે વતન પહોંચેલા શ્રમિકો હવે ધીરે ધીરે ગુજરાત પરત ફરી રહ્યા છે ત્યારે ટ્રાવેલ્સવાળા ઓવર કેેપેસિટિના માણસો બસમાં બેસાડી રહ્યા છે પરિણામે દૂર્ઘટના થાય છે અને શ્રમિકોના જીવ જાય છે.
35 મુસાફરો ઈજા ગ્રસ્ત થયા જ્યારે 7ની હાલત નાજુક છે
ઉત્તરપ્રદેશથી 100 જેટલા મજૂરને ઠાસીને સુરત તરફ લઇને જતી ખાનગી બસના ડ્રાઇવરે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોધરાના પરવડી બાયપાસ પાસે પલ્ટી ગઇ હતી. જેમાં 35 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 7ની હાલત ગંભીર છે.
30ની કેપેસિટિ વાળી બસમાં 100 મુસાફરો બેસાડાયા
55 મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં 30 મુસાફરને બેસાડવાનો નિમય છે, તેમ છતાં બસમાં 100 જેટલા મજૂરને બેસાડીને કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડ્યા હતા.