વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવોમાં ઉછાળા પાછળ મુંબઈ ઝવેરી બજારમાં સતત બીજા દિવસે ભાવોમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. કરન્સી બજારમાં રૂપિયા સામે અમેરિકી ડોલર વધુ બે પૈસા વધીને રૂ .૬૭.૩૩ ડોલર થઈ જતાં અને વિશ્વ બજારમાં પણ સોના-ચાંદીના ભાવોમાં મજબૂતી સાથે સ્થાનિક આયાત પડતર વધતાં અને વૈશ્વિક બજારોમાં સતત મજબૂતીએ સોના અને ચાંદીના ભાવ વધ્યાં હતાં.