ગુજરાતમાંથી પવિત્ર અમરનાથ યાત્રાએ જનારા ભક્તો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર અંગે વિવાદ થતાં આખરે ગૃહ વિભાગે આ પરિપત્ર પાછો ખેંચ્યો હતો. અમરનાથયાત્રાએ જનારાઓએ ફરજીયાતપણે બુલેટપ્રૂફ જેકેટ પહેરવું પડશે અને બુલેટપ્રૂફ જેકેટ હશે તો જ અમનાથયાત્રાએ જવાની મંજૂરી મળશે તે નિર્ણય રદ કરાયો છે. કોંગ્રેસે તેને મુદ્દો બનાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિપત્ર પાછો ખેંચાયો હોવાની જાહેરાત કરી હતી.