આર્ટિફિશિયલ ઈંટેલિજેંસમાં ભારતને પ્રોત્સાહન આપવા માટે દેશમાં ત્રણ સેન્ટર ઓફ એક્સિલેંસ બનાવામા આવશે. તેનો ઉદ્દેશ્ય એઆઈના ક્ષેત્રમાં દેશના યુવાનોનો અભ્યાસનો વિશ્વસ્તરીય સુવિધા આપવાનો છે. નાણામંત્રીએ કહ્યું કે, આધુનિક યુગમાં માપદંડો અનુસાર ભારત પાછળ રહેવાનું જોખમ ઉઠાવી શકે નહીં.