આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. વર્તમાન લોકસભાનું આ અંતિમ સત્ર હશે. આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંસદના નીચલા અને ઉપલા ગૃહ બંનેના સંયુક્ત સત્રને સંબોધન કરશે. સંસદની કાર્યવાહી સારી રીતે ચાલે તે માટે સરકારે વિરોધ પક્ષોને સહકાર આપવાની વિનંતી કરી છે.