ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે. જે પ્રથમ વખત ગૃહમાં હાજરી આપશે. વિધાનસભાના સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું ઉદબોધન, દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનુમતિ મળેલી પ્રથમ બિલ કે જે પેપર લીક મુદ્દે છે તેની ગૃહમાં રજૂઆત થશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઇ દેસાઇ શુક્રવારે બજેટ રજૂ કરશે. નોંધનીય છે કે, બુધવારે નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.