ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 28મી માર્ચ સુધી ચાલશે તેમ રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું. નાણામંત્રી નીતિન પટેલ 20મી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે અને નવી સરકારનું આ પ્રથમ બજેટસત્ર ગાંધીનગરમાં વિધાનસભાની મૂળ ઈમારતમાં જ મળશે. હાલ આ ઇમારતનું રિનોવેશન કામ પૂર્ણ થવામાં છે. નવું બજેટ કેવું રહેશે તેની પર સહુની નજર છે.