આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. આજે બપોર બાર વાગ્યે રાજ્યની વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. આજે વિધાનસભાના સત્રનો પ્રારંભ થાય તે પહેલા બુધવારે દિવસ દરમિયાન સચિવાલયમાં બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. સવારે કેબિનેટ બેઠક મળી હતી ત્યારબાદ કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી અને સાંજે રાજકીય પક્ષોના વિધાયક દળની બેઠક મળી હતી.