Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદનું બજેટ સત્ર આજથી શરુ થઈ ચુક્યું છે. સંસદના બંને સદનની સંયુક્ત બેઠકમાં પહેલી વાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અભિભાષણ હાલમાં ચાલી રહ્યું છે. તો વળી રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે, જ્યાં દેશની આર્થિક હાલત ખબર પડશે. આ અગાઉ પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું પ્રથમ અભિભાષણ છે. આ નારી સન્માનનો અવસર છે. એટલું જ નહીં પીએમ મોદીએ વિપક્ષના સાંસદોને અપીલ કરી છે, સત્રમાં સંઘર્ષ થશે, પણ દલીલો પણ થવી જોઈએ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવી પરિસ્થિતીઓ અનુસાર, આગળ ચલાવાનો નિર્ણય લીધો છે. આ સંવેદનશીલ અને ગરીબ હિતેચ્છુ સરકારની ઓળખાણ છે. સરાકરે સદીઓથી વંચિત રહેલા ગરીબો, દલિતો, પછતા, આદિવાસી સમાજની ઈચ્છાઓને પુરા કરી તેમને સપના જોવાનુ સાહસ આપ્યું છે.
નાના ખેડૂતોને સમૃદ્ધ કરવાની કોશિશ- રાષ્ટ્રપતિ મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં કહ્યું કે, મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતોની છે. આ નાના ખેડૂતો દાયકાથી સરકારની પ્રાથમિકતાથી વંચિત રહ્યા હતા. હવે તેમને સશક્ત અને સમૃદ્ધ કરવા માટે દરેક પ્રકારની કોશિશ થઈ રહી છે.
નાના ખેડૂતોને સમૃદ્ધ કરવાની કોશિશ- રાષ્ટ્રપતિ મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં કહ્યું કે, મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતોની છે. આ નાના ખેડૂતો દાયકાથી સરકારની પ્રાથમિકતાથી વંચિત રહ્યા હતા. હવે તેમને સશક્ત અને સમૃદ્ધ કરવા માટે દરેક પ્રકારની કોશિશ થઈ રહી છે.
એક એવા ભારતનું નિર્માણ કરવાનું છે, જે આત્મનિર્ભર હોય

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં કહ્યું કે, 2047 સુધીમાં આપણે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જે અતીતના ગૌરવથી જોડાયેલું હોય, જેમાં આધુનિકતાના તમામ સ્વર્ણિમ અધ્યાય હોય, આપણે એક એવા ભારતનું નિર્માણ કરવાનું છે, જે આત્મનિર્ભર હોય અને પોતાના માનવીય કર્તવ્યોને પુરા કરવામાં સક્ષમ હોય.
રાષ્ટ્રપતિએ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હંને સદનના સભ્યોને સંબોધન કરતા કહ્યું કે, હું આજે આ સત્રના માધ્યમથી દેશવાસીઓનો આભાર વ્યક્ત કરુ છું, તેમણે સતત બે વાર એક સ્થિર સરકારને ચૂંટી. મારી સરકારે દેશહિતને સદૈવ સર્વોપરી રાખી, નીતિ રણનીતિમાં સંપૂર્ણ પરિવર્તનની ઈચ્છાશક્તિ બતાવી.
આજે દરેક ભારતીયનો આત્મવિશ્વાસ ટોચ પર છે

સંસદમાં પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, સરકારે લગભગ નવ વર્ષમાં ભારતના લોકોને અનેક સકાકાત્મક પરિવર્તન પહેલી વાર જોયા. સૌથી મોટુ પરિવર્તન એ થયું કે, આજે દરેક ભારતીયનો આત્મવિશ્વાસ ટોચ પર છે અને દુનિયાનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે.
અમૃતકાળના 25 વર્ષ દેશ માટે મહત્વના- રાષ્ટ્રપતિ

પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, અમૃતકાળના આ 25 વર્ષના કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દી અને વિકસિત ભારતનું નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ આપણા સૌ માટે દેશના દરેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા કરીને બતાવાના છે.

જલ મિશન અંતર્ગત 3 વર્ષમાં 11 કરોડ પરિવાર પાઈપના જળથી જોડાયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજનાથી દેશના કરોડો ગરીબો અને ગરીબ થવાથી બચાવ્યા છે. તેમના 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થતાં બચાવ્યા છે. 7 દાયકામાં દેશમાં લગભગ સવા ત્રણ કરોડ ઘરોમાં પાણીના કનેક્શન પહોંચ્યા હતા. જળ જીવન મિશન અંતર્ગત 3 વર્ષમાં જ લગભગ 11 કરોડ ઘરોમાં નળથી જળ પહોંચ્યા છે
સર્જિકલ સ્ટ્રાઈક અને કલમ 370 પર બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ પર કઠોર પ્રહાર સુધી, એલઓસીથી લઈને એલએસી સુધીના દરેક અટકચાળાનો જવાબ આપ્યો, કલમ 370 હટાવાથી લઈને ટ્રિપલ તલ્લાક સુધી, મારી સરકારની ઓળખાણ એક નિર્ણાયક સરકારની રહી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ