આજે (ગુરુવારે) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપિલ કમિશનરે રજૂ કરેલા રૂ. 8907 કરોડના બજેટમાં રૂ. 777 કરોડનો વધારો સૂચવી રૂ. 9685 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. તેમાં રૂ. 5 કરોડના ખર્ચે દેશની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં FM રેડિયો શરૂ કરવાનું સૂચવવામાં આવ્યું છે. અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત રાજ્યનું પહેલું FM રેડિયો સ્ટેશનનો પ્રારંભ કરવા ઠરાવ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના 466 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અંદાજે 65 લાખની જનસંખ્યા વસવાટ કરે છે. ત્યારે ગુજરાતનું પ્રથમ મહાનગરપાલિકા સંચાલિત FM રેડિયો સ્ટેશન અમદાવાદમાં શરૂ કરાશે.
ગીત-સંગીત ઉપરાંત AMCની વિવિધ યોજનાઓ ગુંજતી થશે
FM રેડિયો સ્ટેશન દ્વારા AMCની માલિકીના અંદાજે 900 જેટલા મકાનો તેમજ BRTS બસ, AMTS બસ, મ્યુનિસિપલ ગાર્ડન, જાહેર માર્કેટ તથા કાંકરિયા તળાવ તેમજ વિવિધ મ્યુનિસિપલ શાળાનાં મકાનોમાં રેડિયો પ્રસારણ કરાશે. રેડિયો પર વિવિધ માહિતી, ગીત-સંગીત, સાંસ્કૃતિક વાર્તાલાપ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંદર્ભની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમની માહિતી આપવામાં આવશે. ઉપરાંત સ્માર્ટ સિટી અંતર્ગત તૈયાર કરાયેલા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થતી ટ્રાફિક અંગેની માહિતી, ચોમાસા દરમિયાન તેમજ કુદરતી આપત્તી સમયે રેડિયો સ્ટેશન દ્વારા શહેરના નાગરિકોને જરૂરી સૂચના પહોંચાડવા માટે પણ ઉપયોગી રહેશે. રેડિયો સ્ટેશન માટે બજેટમાં રૂ. 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.