નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રી દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાંમત્રીએ અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ચાર વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, હાલ અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષની છે. જે લોકો સમયસર IT રિટર્ન ફાઇલ નથી કરી શકતાં અથવા કંઈક ગડબડ કરી દે છે, તેવા લોકો માટે આ મોટી રાહત છે.
મહત્ત્વની જાહેરાત
અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષથી વધારીને 4 વર્ષ કરાઈ.
વરિષ્ઠ નાગરિકોમાટે TDSની લિમિટ વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે. જેની પહેલાં લિમિટ 50 હજાર રૂપિયા હતી.
બે self-occupied સંપત્તિના વાર્ષિક મૂલ્યને શૂન્યના રૂપે પણ દાવો કરી શકશે.
ભાડા પર TDSની વાર્ષિક સીમા 2.40 લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવશે.