કેન્દ્રીય મંત્રી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે સંસદમાં રજુ કરાયેલા બજેટ-2024માં સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવામાં આવ્યું છે. અગાઉના બજેટમાં સંરક્ષણ માટે 5.93 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, તો આ વખતે તેમાં 3.4 ટકાનો વધારો કરી 6.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કુલ બજેટમાંથી સૌથી વધુ લગભગ 12.9 ટકાની ફાળવણી સંરક્ષણ માટે કરાઈ છે.