એનડીએ સરકારની રચના પછી લોકો નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રથમ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પુરી થઈ છે અને બજેટ રજૂ કરવાની તારીખ આવી ગઈ છે.
બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત સરકારની ભલામણ પર બજેટ સત્ર 2024 માટે 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી સંસદના બંને ગૃહો બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.