બજેટની કોપીઓ ટ્રકમાં ભરીને સંસદ ભવનમાં લાવવામાં આવી. આ કોપીને થોડી વાર બાદ સાંસદો અને મીડિયાની વચ્ચે વહેંચવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી ચુક્યા છે. તેઓ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છે. 11 વાગે બજેટ રજૂ થશે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરુ થઈ ગઈ છે. કેબિનેટ દ્વારા બજેટ 2023ને મંજૂરી મળ્યા બાદ, તેને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવસે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત મોદી સરકારના તમામ વરિષ્ઠ મંત્રી હાજર છે.