નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023-24ની પ્રસ્તુતિ દરમિયાન કહ્યું કે, પર્યટનને પ્રોત્સાહન આપા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમૃત કાળ માટે આપણા વિઝનમાં ટેકનોલોજી સંચાલિત અને જ્ઞાન આધારિત મજબૂત સાર્વજનિક નાણા અને એક મજબૂત નાણાકીય અર્થવ્યવસ્થા સામેલ છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સબકા સાથ, સબકા પ્રયાસના માધ્યમથી જનભાગીદારી જરુરી છે.