કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પીએમ આવાસ યોજના માટે પરિવ્યય 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયા વધારે કરી દેવામાં આવ્યું છે. રેલવેને 2.4 લાખ કરોડનું બજેટ. મૂડી રોકણમાં 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જે જીડીપીનો 3.3 ટકા રહેશે. રાજ્યોને તેમના માટે પંચાયત અને વોર્ડ સ્તર પર ભૌતિક પુસ્તકાલય સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય સંસાધનો સુધી પહોંચવા માટે માળખાગત ઢાંચો આપવામાં આવશે.