નાણામંત્રીએ મહિલા બચત પત્ર યોજના શરુ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે 15 લાખ સુધીની લિમિટ વધારીને 30 લાખ કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલા સમ્માન બચત પત્ર યોજનાની બજેટમાં જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત મહિલાઓ 2 વર્ષ સુધી 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે. આ જમા પર ટેક્સમાં છૂટ મળસે અને 7.5 ટકાનું રિર્ટન મળશે. મહિલાઓ માટે આ પોતાના તરફથી પ્રથમ સ્કીમ છે.