કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સતત ચોથી વખત હશે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ સત્રના પ્રથમ તબક્કામાં તમામની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા કેન્દ્રીય બજેટ-2022 પર રહેશે. નાણામંત્રી સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણના નામે પણ સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ છે.
બજેટ પહેલા સામાન્ય જનતાથી લઈને ઈન્ડસ્ટ્રી અને તેની સાથે જોડાયેલા લોકોની કેટલીક અપેક્ષાઓ અને માંગણીઓ છે. એવી પણ માંગ છે કે સરકારે આવકવેરાની મૂળભૂત મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરવી જોઈએ. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. વિવિધ રોકાણો પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ન ભરવો જોઈએ તેવી પણ લોકોની માંગ છે. રોકાણકારો ઈચ્છે છે કે સરકાર આ ટેક્સ નાબૂદ કરે. જો કે સરકારે તેને નાબૂદ કરવાનો ઇનકાર કર્યો છે.