રાજ્યસભાની ચૂંટણીનું મતદાન શરુ થઇ ગયું છે, ત્યારે BTPના 2 મત નિર્ણાયક છે ત્યારે આજે BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ 2 માંગણીઓ મૂકી બંને પક્ષની ચિંતામાં વધારો કરી દીધો છે. વસાવાએ કહ્યું કે, અમે વોટ આપવાનું જ નક્કી નથી કર્યું, એવું પણ બને કે અમે મતદાન ન કરીએ.
વધુમાં વસાવાએ કહ્યું કે, મારી માંગણી પુરી કરે, St, Sc ઓબીસીને હક આપો પછી અમે પછી મતદાન કરીશું. ઉમેદવારોની આદત છે સંપર્ક કરવાની. ભાજપએ 30 વર્ષ સુધી રાજ કર્યું છે સંવિધાનની વાત કરી નથી. મતદાન હજી 4 વાગ્યા સુધી છે એટલે અમે માંગણીઓ લેખિતમાં જવાબ આવે તો જ મતદાન કરીશું.
વસાવાએ બને પક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ- કોંગ્રેસ બન્નેએ રાજ કર્યું છે. અમે બંને પાર્ટીથી દુઃખી છે. શિડ્યુઅલ 5 લાગુ કરીને લોકોને લાભ આપવાની માગ વસાવાએ કરી, લોકોએ પણ અમને મત આપ્યા છે. સરકાર ને લોકો ની જરૂર હોય છે. શિડ્યુઅલ 5ને સંવિધાનમાં દર્શાવ્યા મુજબ લાગુ કરવું જોઈએ તેવું છોટુ વસાવાએ ઉમેર્યું હતું.